મોરબી શહેરમાં ભરણપોષણની ફરીયાદનો ખાર રાખી મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે માહી એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૨૦૨ માં રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (ઉ.વ.૩૭) એ આરોપી રાકેશ દેવજીભાઈ સાગઠીયા તથા ચિરાગ અમૃતભાઇ સાગઠીયા રહે. બંને મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદ છેલ્લા ત્રણ વર્ષથી પોતાના માવતરે રીસામણે હોય અને આરોપી રાકેશ જે ફરીયાદિના પતિ થતા હોય જેના વિરુધ્ધ ફરીયાદિએ મોરબી કોર્ટમાં ભરણપોષની ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપી રાકેશ ફરીયાદિને અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય જેથી આરોપીઓ ફરીયાદિના ઘરે જઇ જેમફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.