Homeગુજરાતમોરબીમોરબી રાજકોટ હાઇવે પર કન્ટેનરે હડફેટે લેતા યુવકનું મોત

મોરબી રાજકોટ હાઇવે પર કન્ટેનરે હડફેટે લેતા યુવકનું મોત

મોરબી–રાજકોટ હાઈવે પર નવી બનતી મેડિકલ કોલેજ સામે કન્ટેનર ચાલકની બેદરકારીના કારણે એક ૩૦ વર્ષીય અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા નિતિનનગરમા રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા (ઉ.વ.૩૮) એ આરોપી કન્ટેનર નંબર -જીજે-૩૯-ટી-૧૬૦૩ વાળાના ચાલક દિન મહમદ હુશેનભાઈ રઝા (ઉ.વ.૩૭) રહે. ઉતરપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ફરીયાદ મુજબ એક અજાણ્યો પુરુષ ઇસમ ઉ.વ આશરે ૩૦ વર્ષ વાળો નવી બનતી મેડીકલ કોલેજ સામે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર પહોચતા રસ્તાની સાઇડમાં ચાલતો જતો હતો ત્યારે કન્ટેનર ટ્રેલર વાહન નંબર- GJ-39-T-1603 વાળાના ચાલકે ફુલ સ્પીડમાં કન્ટેનર ટ્રેલર વાહન ચલાવી આવી અજાણ્યા ઇસમને હડફેટે લઇ એકસીડન્ટ કરી કમરથી નિચેના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular