મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામપૂર્તિ જ રહી છે ત્યારે મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટ શેરી નંબર -6 ના નાકે ખોડીયાર ટ્રાવેલ્સની બાજુમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ચપલા નંગ -30 કિંમત રૂપિયા 5400 ના મુદ્દામાલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટમાં રેઇડ કરી મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટ શેરી નંબર -6 ના નાકે ખોડીયાર ટ્રાવેલ્સની બાજુમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ચપલા નંગ -30 કિંમત રૂપિયા 5400 ના મુદ્દામાલ સાથે આરોપી પિયુષ ઉર્ફે ભુરો નવઘણભાઈ ખીંટ (ઉ.વ.૧૮) રહે. ભગવતી પરા વાવડી રોડ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.