મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળા નં. A-01માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ ખીમજીભાઈ પરમાર પર ગંભીર આક્ષેપો થયા છે. આરોપ છે કે શિક્ષક ક્લાસ દરમિયાન બાળકોને ભણાવતા ભણાવતા જ દારૂના પેગ ભરી નશામાં ચકચૂર બની ગયા હતા.
મળતી માહિતી મુજબ બાળકોએ આ બાબતની જાણ વાલીઓને કરતા નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ સંઘાણી અને મહિલા સરપંચના પતિ નિતેશભાઈ ચાવડા શાળાએ પહોંચ્યા હતા. ત્યાં શિક્ષક નશાની હાલતમાં જોવા મળતા વીડિયો ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ શિક્ષક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી પ્લાસ્ટિકની થેલીમાં રહેલી 500 મીલી વિદેશી દારૂની બોટલ કબ્જે કરી સરપંચના પતિ નિતેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.