મોરબી તાલુકાના ટીબડી ગામે નજીવી બાબતે બોલાચાલી વધતા મારામારીની ઘટના સામે આવી છે. આ બનાવમાં ચાર શખ્સો દ્વારા મહિલાને લાકડી વડે માર મારતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીબડી ગામે આવેલ શ્રી હરી સોસાયટીમાં રહેતા પાયલબેન જીગ્નેશભાઈ સાધુ (ઉ.વ.35) એ આરોપી સંતોષભાઈ પાંડે, રાણીબેન સંતોષભાઈ પાંડે, નિકીબેન સંતોષભાઈ પાંડે તથા એન્ઝલબેન સંતોષભાઈ પાંડે રહે. બધા શ્રી હરિ સોસાયટી ટીંબડી ગામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો નાનો દિકરો રૂદ્ર તોફાન કરતો હોય જેથી બાથરૂમમાં પુરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ બોલાચાલી કરી ફરીયાદીને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.