મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અંતર્ગત ૪૦૦ આવાસોનો કોમ્પ્યુટર આધારિત ડ્રો તારીખ ૩૦/૦૧/૨૦૧૭ ના રોજ કરવામાં આવેલ હતો. ડ્રો માં સફળ થયેલ ૪૦૦ લાભાર્થીઓ પૈકી ૩૩૬ લાભાર્થીઓ યોજનાના નિયમો અને ધારા-ધોરણ મુજબ નિયત થયેલ પુરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેલ હતા. અથવા તો સોંપવામાં આવેલ આવાસનો કાયમી ધોરણે લાભાથી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ નથી અથવા તો ફાળવેલ આવાસનો અન્ય આસામી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી તમામ બાબતોને લક્ષમાં લઈ 336 લાભાર્થીઓના આવાસ સક્ષમ કક્ષાએથી રદ્દ કરવામાં આવેલ છે.
જેમાં રદ્દ કરેલ આવાસ પરત મેળવીને મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી અરજીઓ મંગાવી પુનઃફાળવણી અર્થેની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. રદ્દ કરેલ 336 આવાસોના લાભાર્થીઓના ડ્રો લીસ્ટની વિગતે મૂળ સરનામા અપૂરતા હોવાથી વ્યક્તિગત ટપાલ મોકલવું શક્ય ન હોવાને કારણે લાભાર્થીઓનું લિસ્ટ લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP)ની સાઇટ ઉપર બિલ્ડિંગ પ્રમાણે (ફાળવેલ આવાસના સરનામે) ચૌટાડીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટીશ બોર્ડ ઉપર પણ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર યાદી તારીખ: ૦૩-૦૩-૨૦સ્ક થી તારીખ: ૧૩-૦૩ -૨૦૨૬ દરમ્યાન કચેરીના સમયે જોઈ શકાશે જેની લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં-૧૧૧૬ ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) ના લાભાર્થીઓએ નોંધ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.