Homeગુજરાતમોરબીનેક્સિયન સર્ફેસેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે રાષ્ટ્રીય સલામતી સપ્તાહની ઉજવણી

નેક્સિયન સર્ફેસેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે રાષ્ટ્રીય સલામતી સપ્તાહની ઉજવણી

મોરબી નજીક આવેલી નેક્સિયન સર્ફેસેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે 55મું રાષ્ટ્રીય સલામતી સપ્તાહ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કાર્યસ્થળને વધુ સુરક્ષિત બનાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન સલામતીના મહત્વ અંગે કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને “Engage – Educate – Empower” થીમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. કંપનીના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને સલામતી નિયમોનું પાલન કરવાની અને અકસ્માત મુક્ત કાર્યસ્થળ બનાવવાની અપીલ કરવામાં આવી.

આ પ્રસંગે તમામ કર્મચારીઓએ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી અને સલામતી અંગેની માહિતી મેળવી. કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સલામતી એ દરેક કર્મચારીની જવાબદારી છે અને સલામતીને પ્રાથમિકતા આપીને જ કાર્યસ્થળને સુરક્ષિત બનાવી શકાય છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular