Homeગુજરાતમોરબીમોરબીમાં ફરી અસમાજિક તત્વો સક્રિય; બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ સ્વિફ્ટ કારના...

મોરબીમાં ફરી અસમાજિક તત્વો સક્રિય; બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ સ્વિફ્ટ કારના કાચ ફોડ્યા

મોરબી શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો સક્રિય બનતા કાર તોડફોડની ઘટના સામે આવી છે. મોરબી ના જુના મહાજન ચોક વિસ્તારમાં રાત્રિના સમયે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ કારના કાચ ફોડી આશરે રૂ. ૧૦,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ નેહરુ ગેટ બી મામુજીવાળી શેરી પખાલી શેરીમાં રહેતા એમદભાઈ અસલમભાઈ બાનાણી (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના જુના મહાજન ચોક ટ્રેડ સેન્ટર સામે કુવાળીવારા પીરની દરગા વાળી શેરીમાં આરોપીઓએ ફરિયાદીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એલ.-૯૭૧૯ વાળી કારનો પાછળના દરવાજાનો કાચ તોડી તથા ખાલી સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડી કારમા ૧૦,૦૦૦ નું નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular