નવયુગ સંકુલ વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં ઓર્ગેનિક ખેતી, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, આરોગ્ય સંબંધિત કૃતિઓ, આધુનિક ટેકનોલોજી વિષયક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં તમામ વિજ્ઞાન વિષય ના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ રાવલ સરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
આ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રોત પી.ડી. કાંજીયા સર, બળદેવ સર તથા દરેક વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવ્યો.