Homeગુજરાતમોરબીટંકારાના હમીરપર ગામના પાટીયા પાસે ઈકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક...

ટંકારાના હમીરપર ગામના પાટીયા પાસે ઈકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો; બીજો ફરાર

ટંકારા તાલુકાના હમીરપર ગામના પાટિયા સામે મહાદેવના મંદિર પાસેથી આવતા વાડી વિસ્તારના કાચા રસ્તા ઉપર ટંકારા પોલીસે રેડ દરમ્યાન વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો છે જ્યારે બીજી શખ્સ નાસી છૂટ્યા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન ટંકારા તાલુકાના હમીરપર ગામના પાટિયા સામે મહાદેવના મંદિર પાસેથી આવતા વાડી વિસ્તારના કાચા રસ્તા ઉપર ટંકારા પોલીસે રેડ દરમ્યાન ઇકો કાર રજીસ્ટર નંબર જીજે-૧૬-બી.જી.-૦૭૩૧ ની તલાશી લેતા ઈકો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૧ કિંમત રૂપિયા ૧૧૪૪૫ તથા ચપલા નંગ -૪૪ કિંમત રૂપિયા ૬૬૦૦ મળી કુલ કિંમત રૂપિયા -૧૮૦૪૫ તથા ઈકો કાર કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧,૬૮,૦૪૫ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી મેં સિંહ ઉર્ફે નરશીભાઈ જુવાભાઈ મેડા (ઉ.વ.૩૮) રહે. છતર ગામની સીમમાં ભરતભાઈ પટેલની વાડીમાં ટંકારા મૂળ રહે. મધ્યપ્રદેશવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ પ્રદિપભાઇ ખુમસીંહ મંડોર રહે. હમીરપર ગામની સીમમાં છગનભાઈ ભાણજીભાઈ ચિકાણીની વાડીએ મૂળ રહે મધ્યપ્રદેશવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular