Homeગુજરાતમોરબીમોરબી વાંકાનેર હાઈવે પર રોંગ સાઈડનો રક્તરંજિત અંજામ: લાયસન્સ વગર બાઈક દોડાવનાર...

મોરબી વાંકાનેર હાઈવે પર રોંગ સાઈડનો રક્તરંજિત અંજામ: લાયસન્સ વગર બાઈક દોડાવનાર યુવાન ડમ્પર નીચે ચડતા મોત

મોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર અશ્વમેઘ કાંટા સામે ઢુવા ચોકી પાસે રોડ પર ગફલતભરી ડ્રાઇવિંગનો હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. રોંગ સાઈડમાં અને લાયસન્સ વગર બાઈક હંકારી રહેલા યુવાનનું ડમ્પર સાથે અથડાતા કરૂણ મોત નિપજ્યું હતું .

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ વાંકાનેર નજીક આવેલ સાનવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજુરી કરતા આકાશભાઈ કાલુભાઈ ભાંભર ઉ.વ.૨૫વાળા પોતાનું પ્લેટીના મોટરસાયકલ રજીસ્ટર નંબર એમ.પી-૧૧-એન.જે.-૦૩૩૦ વાળુ મોટરસાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ચલાવી સામેથી આવતા ડમ્પર રજીસ્ટર નંબર જીજે-૦૯-એ.વી.-૨૪૨૩ વાળા સાથે ભટકાતા ડમ્પર નીચે આવી જતા બાઈક ચાલક આકાશભાઈનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular