Homeગુજરાતમોરબીવાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત મોરબી વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત By morbisahyognews March 1, 2026 142 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર નવાપરાની કટ નજીક વાસુકી દાદાના મંદિર પાસે સિ.એન.જી રીક્ષાએ બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભત્રીજાએ આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના કુંભારપરામાં રહેતા અને મજૂરી કામ કરતા મયુરભાઈ રામજીભાઈ મકવાણા (ઉ.વ.૩૬) એ આરોપી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર – જીજે-૩૬-યુ -૧૫૬૨ વાળીના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાલજીભાઇ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૮૦) રહે.કુંભારપરા વાકાનેર વાળા પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજીસ્ટર નં. જીજે-૦૩.એફ.સી.- ૮૦૯૫ લઇને મજુરી કામે જતા હતા ત્યારે વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર નવાપરાની કટ નજીક વાસુકી દાદાના મંદિર પાસે આરોપીએ પોતાના હવાલાવાળી સી.એન.જી રીક્ષા જેના આર.ટી.ઓ રજીસ્ટર નં. જીજે-૩૬-યુ- ૧૫૬૨ વાળી પુરઝડપે અને બેફીકરાઇથી રોંગસાઇડમા ચલાવી આવી ફરીયાદિના કાકાને મોટરસાયકલ સહિત હડફેટે લેતા અક્સ્માત કરતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ફરીયાદીના કાકાનું મોત નિપજાવી આરોપી પોતાના હવાલાવાળી સી.એન.જી રીક્ષા ત્યા મુકીને નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026