Homeગુજરાતમોરબીહળવદના ચરાડવા ગામેથી વિદેશી દારૂની 36 બોટલ ઝડપાઈ આરોપી ફરાર

હળવદના ચરાડવા ગામેથી વિદેશી દારૂની 36 બોટલ ઝડપાઈ આરોપી ફરાર

હળવદ તાલુકાના ચરાડવા ગામે જી.ઈ.બી. સબ સ્ટેશન પાસે બાઇકમાં પ્લાસ્ટીકના બાચકામાથી વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 36000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 66000 નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છૂટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના ચરાડવા ગામે જી.ઈ.બી. સબ સ્ટેશન પાસે બાઇકમાં પ્લાસ્ટીકના બાચકામાથી વિદેશી દારૂની બોટલ નંગ – 36 કિંમત રૂપિયા 36000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 66000 નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડી રેડ દરમિયાન આરોપી આમીન અનવરભાઈ કાજેડીયા રહે. ચરાડવા ગામ હળવદવાળો સ્થળ પરથી નાસી છૂટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular