મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અરુણોદય સર્કલ થી ધરમપુર મેઈન રોડ સુધી શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, શાખા અધ્યક્ષ, મહાનગરપલિકા સ્ટાફ, ઉમા ટાઉનશીપ મિત્ર મંડળ અને યંગ ઇન્ડિયા ગ્રુપ સહિત અંદાજીત ૧૯૦ લોકો શ્રમદાનમાં જોડાયેલ. સફાઈ અભિયાન દરમિયાન ૩૦ હાથલારી, ૯ ટ્રેક્ટર, ૧ Front Hoe Loader, ৭ Back Hoe Loader, JCB દ્વારા અંદાજીત ૨૨ ટન સોલિડ વેસ્ટ તથા C&D વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ. તેમજ રોડ પર પડેલ ૦૨ લારીઓ ઉપાડી દબાણ દુર કરવામાં આવેલ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને “શ્રમદાન ફોર મોરબી”નું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવેલ છે. આથી તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ભાગ લે તેવું આહ્વાન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.