Homeગુજરાતમોરબીમોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ અને મહાનગરપાલિકાની સંયુક્ત પહેલ: શહેર માટે મુસદ્દારૂપ વિકાસ...

મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ અને મહાનગરપાલિકાની સંયુક્ત પહેલ: શહેર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર

મોરબી શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસ માટે મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા મુસદ્દારૂપ વિકાસ યોજના (Development Plan) તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ વિકાસ યોજના અંતર્ગત શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી માર્ગોનુ આયોજન, ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, જાહેર સુવિધાઓ તથા રહેણાંક,વાણિજ્ય અને ઔધોગિક હેતુ માટે વિકાસશીલ વિસ્તારોનુ આયોજન જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે.

મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવાની પ્રક્રિયામાં નિયુક્ત એજન્સી સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે. જે અંગે તા. ૨૪/૦૨/૨૦૨૬, મંગળવારે નિયુક્ત થયેલ એજન્સી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ભવિષ્યના વિકાસ અંગેના આયોજન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આગામી તબક્કામાં વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે પરામર્શ કરવા માટે વિશેષ બેઠક યોજવામાં આવશે. શહેરના ઉદ્યોગ, વેપાર, રિયલ એસ્ટેટ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલ વિવિધ એસોસિયેશનોના પ્રમુખઓ તથા પ્રતિનિધિઓને આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવશે.

જે બેઠક દરમિયાન મુસદ્દારૂપ વિકાસ યોજના અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓ પાસેથી સૂચનો અને અભિપ્રાયો મેળવવામાં આવશે. તથા પ્રાપ્ત સૂચનોના આધારે નજીકના ભવિષ્યમાં ખુબ ઝડપથી મુસદ્દારૂપ વિકાસ યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તથા મોરબી શહેરના તમામ વિસ્તારોમાં વિકાસ પરવાનગી સંબધિત મંજૂરીઓ મુસદ્દારૂપ વિકાસ યોજનાને અનુરૂપ શરૂ કરવામાં આવશે. જેથી મોરબી શહેરનો સુઆયોજિત વિકાસ થઇ શકે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular