મોરબીના વોટર વકર્સ વિભાગ દ્વારા ક્લોરિન ડોસીંગ સિસ્ટમથી શહેરના તમામ ઝોનમાં પીવાના શુદ્ધપાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે
મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ થતાં હદ વિસ્તારમાં શુદ્ધ ક્લોરીનેશન કરેલ પાણી પુરવઠો આપી શકાય તે માટે ક્લોરીન ડોસીંગ સીસ્ટમ લગાવવા માટે અંદાજીત DPR બનાવીને સરકારમાં મંજુરી અર્થે સમગ્ર પ્રોજેક્ટ મોકલ્યો હતો, અંદાજે ૨.૩૫ કરોડ ના ખર્ચે આ ક્લોરીન ડોસીંગ સીસ્ટમ મોરબી મહાનગર પાલિકાની વોટરવર્કશ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી છે.
જેની સૈધ્ધાંતીક મંજુરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરી ક્લોરીન ડોસીંગ સીસ્ટમની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જાહેર આરોગ્ય, સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતાં, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં તેમજ પંપીગ સ્ટેશનમાં અદ્યતન ક્લોરીન ડોસીંગ સિસ્ટમ સફળતાપૂર્વક સ્થાપિત કરી કાર્યરત કરવામાં આવી છે. આ ક્લોરીન ડોસીંગ સિસ્ટમ નીચે દર્શાવેલ ફિલ્ટર પ્લાન્ટ અને પંપીગ સ્ટેશન પર લગાવેલ છે. જેથી મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં શુદ્ધ પાણી ક્લોરીનેશન કરેલ પાણી શહેરીજાનો ને મળી રહેશે. આ કામગીરી થી મોરબીન રહેવાસીઓને શુદ્ધ પાણીનો પુરવઠો મળી રહેતા તમામ વિસ્તારોમાં શુદ્ધપાણી પુરવઠો મોરબીમહાનરપાલિકા દ્વારા પૂરો પાડવામાં આવતા પાણી જન્ય થતાં રોગોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.
દાણાપીઠ પંપિંગ સ્ટેશન હેઠળ વાવપરા, કબીર ટેકરી, વજપર, હરિજનવાસ, રબારીવાસ, બોરીયાવાસ, લખધીરવાસ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. પંચાસર સ્ટેશન અંતર્ગત પંચાસર રોડ, નાની કેનાલ રોડ, આવાસ યોજના અને હાઉસિંગ બોર્ડ વિસ્તાર આવે છે. રણછોડનગર સ્ટેશન હેઠળ લાયન્સનગર, રણછોડનગર, નીલકંઠ, યમુનાનગર, અમ્રુતાપાર્ક જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. દરબારગઢથી નહેરગેટ વિસ્તાર, શનાળા ચોકડી થી શનાળા રોડ અને રવાપર કેનાલ રોડ સુધીનો વિસ્તાર શનાળા સ્ટેશન હેઠળ આવે છે. સરદારબાગ સ્ટેશન દ્વારા GIDC સામેનો વિસ્તાર, રવાપર રોડ, કાલિકા પ્લોટ અને સહયોગ સોસાયટી સુધી પાણી પુરવઠો આપવામાં આવે છે.
સુરજબાગ સ્ટેશન હેઠળ માધાપર, મહેન્દ્રનપરા, અંબિકા રોડ અને નહેરગેટ સુધીનો વિસ્તાર આવરી લેવાયો છે. એનસી-૭ હેડવર્ક્સ દ્વારા પંચાસર સરદારબાગ વિસ્તારનો સમાવેશ થાય છે. કેસરબાગ સ્ટેશન હેઠળ લાલબાગ, પાવન પાર્ક, હાઉસિંગ બોર્ડ અને સો ઓરડી વિસ્તાર આવે છે. પીકનીક સેન્ટર હેઠળ શોભેશ્વર રોડ, ઘાર વિસ્તાર અને જિલ્લા સેવા સદન સરકારી મકાનનો સમાવેશ થાય છે. ઉમા ટાઉનશીપ અને નગરભાગ (ભીડિયાડ) સ્ટેશન હેઠળ ઉમા ટાઉનશીપ, વિદ્યુતનગર, અરૂણાદય મેઈન રોડ અને સેવા સદન વિસ્તારનો સમાવેશ થાય છે.