મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને પી. જી. પટેલ કોલેજ મોરબી આયોજીત ગંગા સ્વરૂપ બહેનોની ૧૧ દીકરીઓનો દશમો સમૂહ લગ્નોત્સવ રણછોડનગર સોસાયટી કષ્ટભંજન હનુમાનજી સાંઈ મંદિર નવલખી રોડ મોરબી ખાતે સંપન્ન થયો.
આ સમૂહ લગ્નોત્સવ ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા કારોબારી સમિતિના સભ્યો ચંદ્રકાંતભાઈ દફતરી, ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા બાલુભાઈ કડીવાર રણછોડભાઈ કૈલા તેમજ મહંત બાબુભાઈના પ્રયત્ન અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો. જેમાં સામાન્ય પરિવારની આર્થિક સ્થિતિ જેમની નબળી હોય તેવી દીકરીઓને સમાજના દાતાઓની આર્થિક સહાય થી આશરે ૮૦ થી ૯૦ વસ્તુઓ કન્યાદાન સ્વરૂપે આપવામાં આવી.
રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના શિષ્યા અને વિખ્યાત કથાકાર ૧૦૦૮ રતનદેવીએ પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે દીકરીઓ બંને ઘરની લક્ષ્મી છે અને દીકરા કુળદિપક છે શારદાબેન આદ્રોજા તથા ટી. સી. ફુલતરિયાએ કહ્યું કે દીકરીઓ તો બંને ઘરનો તુલસી ક્યારો છે પિતાની પરી અને સસરાના ઘરની લક્ષ્મી છે દરેક દીકરીઓને એક દાતાશ્રીએ ગીતાજી નુ પુસ્તક અને ચાંદીની પ્રતિકૃતિ આપી સનાતની ભાવના અને સંસ્કૃતિનુ સિંચન કર્યું.
આ સમૂહ લગ્નોત્સવમા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો લા. મણીલાલ જે કાવર જયેશભાઈ ઓરિયા તથા વિનુભાઈ ભટ્ટ તેમજ પાટીદાર વુમનસના કાજલબેન આદ્રોજા સાધના બેન ઘોડાસરા અને અનસ્ટોપેબલ ગૃપના બહેનોએ હાજરી આપી દીકરીઓને આશીર્વાદ આપ્યા મહંત બાબુભાઈ અને તેમની સેવાકીય ટીમનો આયોજનમા મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પુર્વ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા એ દરેક સ્વયંસેવકો ના સાથ સહકારથી કર્યું હતું.