બાળકોની સામાન્ય બોલાચાલીએ વડીલો વચ્ચે લોહીયાળ અદાવતનું સ્વરૂપ ધારણ કર્યું. શાળામાં થયેલા નાના ઝઘડાનો ખાર રાખીને વાંકાનેરના લાકડધાર ગામમાં મંદિર પાસે આધેડ પર લાકડી વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા મગનભાઈ ભલાભાઈ અણીયારીયા (ઉ.વ.૫૦) એ આરોપી બાબુ સાદુર માલકીયા, મહેશ રાજુ માલકીયા, રણજીત સાદુર માલકીયા, કેતન વલ્લભ માલકીયા, ફરિયાદીના પૌત્ર જેનીસ (ઉ.વ. ૮) તથા આરોપી બાબુભાઈના ભાઈ કાનાભાઈના દીકરા વચ્ચે શાળામાં બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખાર રાખી આરોપી બાબુ સાદુર તથા મહેશ રાજુએ ફરિયાદી સાથે રામાપીરના મંદિરે ખાતે બોલાચાલી, ગાળાગાળી તેમજ ઝપાઝપી કરેલ ત્યારબાદ ફરિયાદી પોતાના માતાજીના મઢે હતા ત્યારે પાછળથી આરોપી રણજીત સાદુર તથા કેતન વલ્લભ ત્યાં આવી ફરીયાદી સાથે ઝઘડો કરી આરોપી રણજીતે ફરિયાદીને માથામાં લાકડીનો ઘા મારી માથામાં ટાંકા આવે તેવી ઈજા પહોંચાડતા ફરીયાદીના દીકરા દશરથ વચ્ચે પડતા આરોપી કેતને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.