મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. ટીમ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દ૨મ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા મોરબી સીટી વિસ્તાર વાઘપરાના નાકે પાસે આવતા એક મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમા એક ઇસમ નિકળતા તુરત તેને રોકી તેની પાસેના મો.સા. બાબતે પુછપરછ ક૨તા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમને આ મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-03-CQ-5542 વાળા હોય જે મોટર સાયકલના માલીક બાબતે પુછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. ડલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી તથા ઇસમ હુશેનભાઈ ગફુરભાઈ જામ રહે. કુલીનગ૨-૨, વીસીપરા મોરબીવાળાને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ) મુંજબ ધોરણસર અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.