Homeગુજરાતમોરબીમોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ

મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ

મોરબીના લોકો પોતાના સ્વજનો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓના જન્મ દિવસ કે પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ કે જરૂરિયાત મંદો માટે કંઈક અર્પણ કરવું વગેરે જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને સ્વજનો અને સંસ્થાઓના અગ્રણીઓ પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરતા હોય છે અને એમના કાર્યોને યાદ કરતાં હોય છે એ અન્વયે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ,”સમગ્ર પાટીદાર સમાજ માટે પ્રેરણામૂર્તિ, પાટીદારરત્ન ઓ.આર.પટેલ કે જેમને ઘડિયાળ ઉદ્યોગમાં દેશ અને દુનિયામાં મોરબીનો ડંકો વગાડ્યો છે.

મોરબીમાં પાણી સંગ્રહ,વૃક્ષારોપણ વિદ્યુત સ્મશાન ગૃહ, સદભાવના હોસ્પિટલ, દિકરા-દિકરીઓ માટે અનેક શાળા કોલેજોની સ્થાપના વગેરે અનેક સેવાકીય પ્રકલ્પો થકી પોતાની જીવન સાર્થક કરી બતાવ્યું એવા ઓ.આર.પટેલની 14,મી પુણ્ય તિથિ નિમિત્તે લજાઈ પાસે ભીમનાથ મંદિરની સામે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા ઉપ પ્રમુખ ગોપાલભાઈ ચારોલા અને કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલાએ વૃક્ષા રોપણ કરીને ઓ.આર.પટેલને ભાવપૂર્ણ શ્રધાંજલી અર્પણ કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular