નવરાત્રિ મહોત્સવ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગરબામાં ઉત્સાહભેર ભાગ લેનાર યુવતીઓને પરંપરાગત લહાણીની 1,500થી વધુ ભેટસોગાદોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેવ સોલ્ટના મીઠાના કારખાનાની આસપાસનાં વિવિધ ગામોમાં આ પહેલ હાથ ધરવામાં આવી હતી. યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિના પર્વને રંગ, આનંદ અને ભક્તિમય વાતાવરણથી રંગી દીધું હતું. યુવતીઓના ઉત્સાહ અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યેના લગાવને બિરદાવવા કંપની દ્વારા ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પહેલના માધ્યમથી દેવ સોલ્ટ દ્વારા સ્થાનિક સમુદાયને પ્રોત્સાહન આપવા અને વિસ્તારની સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે કંપનીના જનરલ મેનેજર શ ટોમી એન્ટની, ભૂપતસિંહ જાડેજા, ડૉ. દિવ્યમ ધોકિયા, અનાદરામ, રમજાનભાઈ જેડા, સમત સાવસેતા, અમિત સાવસેતા સહિત કંપનીના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવતીઓને ભેટોનું વિતરણ કરી નવરાત્રિની ઉજવણીમાં સહભાગી બની પ્રસંગને વધુ આનંદમય બનાવ્યો હતો.