Homeગુજરાતમોરબીધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની...

ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન

મોરબી માં નવરાત્રીના છઠ્ઠા દિવસથી આદિશકિત માં દુર્ગાના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે માં દુર્ગા જે મહિષાસુર મર્દિની છે જે દુર્ગતીનો નાશ કરે છે અને સદગતી પ્રદાન કરે છે માં દુર્ગાના ત્રણ નેત્ર ભુત,વર્તમાન,અને ભવિષ્યના સુચક છે તો ઘણી વખત જ્ઞાન,સમજ,અને વિવેકના પણ દર્શક છે દેવી દુર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના આરતી દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પુજા મહોત્સવ. છેલ્લા નવ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય થીમ અને સંદેશ આધારિતજાજરમાન આયોજન કરવામાં આવેલ છે.જે મોહિતભાઈ રાવલ ની યાદી માં જણાવવામાં આવે છે.

પોતાની અંદર છુપાયેલી શકિતઓનો યોગ્ય સમય પર ઉપયોગ કરવાનો, બુરાઈના પ્રતિક સમા મહીસાસુરને મારવાનો અને બુરાઈ ઉપર અચ્છાઈ, અન્યાય ઉપર ન્યાય અને અસત્ય ઉપર સત્યનો વિજય નિશ્રીત છે જરૂર છે માત્ર આપણી અંદરની શક્તિ ને ઓળખવાની અને તેનો યોગ્ય સમય પર યોગ્ય ઉપયોગ કરીને વિજય પ્રાપ્ત કરવાનો.

દુર્ગા પૂજાના માધ્યમથી જીવનમાં ઘણું જ શીખવા અને સમજવાનો એક સુંદર અવસર પ્રાપ્ત થાય છે. બુરાઈ ગમે તેટલી શક્તિશાળી અને વિરાટ કેમ ન હોય અચ્છાઈ સામે તેની હાર નિશ્ચિત છે. મા દુર્ગા પાસેથી સાહસ અને સંઘર્ષની પણ આપણને પ્રાપ્તિ થાય છે કે બુરાઈ સામે જંગ લડવા માટે તેમને અનેક રૂપ ધારણ કરી અને બુરાઈના પ્રતીક સમાન મહિષાસુર અને બીજા અનેક અસરોનો વધ કર્યો અને બુરાઈ ઉપર જીત મેળવી.

 તેના ઉપરથી આપણને શીખ મળે છે કે બુરાઈ સામે છેલ્લી ઘડી સુધી આપણે જંગ લડવી જોઈએ અને જીત આપણી નિશ્ચિત છે જો આપણે સત્ય ન્યાય અને મા દુર્ગાએ બતાવેલા સાચા માર્ગ પર ચાલશું તો અંતે જીત બુરાઈ ની નહીં અચ્છાઈ ની જીત થશે અસત્ય ઉપર સત્યની જીત થશે અને અન્યાય ઉપર ન્યાય ની જીત થશે પરંતુ તેના માટે જરૂરી છે ભક્તિ શક્તિ સાહસ ધૈર્ય અને સંઘર્ષ. દુર્ગા પૂજાના માધ્યમથી ત્રણ સંદેશ આપવા માંગીએ છીએ પહેલો છે એમાં દુર્ગાની ભક્તિ અને શક્તિનો બીજો સંદેશ છે કોશિશ પ્રયત્ન અને સંઘર્ષનો તેમજ ત્રીજો સંદેશ છે સત્યના માર્ગ ઉપર ચાલી ન્યાયને સાથે રાખી બુરાઈ પર અચ્છાઈની જીત.

છ દિવસ સુધી ચાલતા ઉત્સવમાં આજ થી રાત્રે મહા આરતી, ઢાંક ઢોલ સાથે , ત્યાર બાદ પ્રખ્યાત ધુનીચી નૃત્ય, પૂજા, મહિલાઓને બાળકો માટે અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો ,વરણ, સિંદૂર ખેલા, વિસર્જન જેવા અનેક કાર્યક્રમોનો પણ મહાસાગર છે.

દુર્ગાપુજાને લગતી કોઈપણ માહિતી,વિગત,જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો Mo.7990215099 નો સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular