Homeગુજરાતમોરબીસાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ

સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ

છ ગુનાઓમાં વોન્ટેડ દેદુ બોરીચાને પકડવા ગયેલી પોલીસ ટીમ સાથે ઘર્ષણ, PSIની રિવોલ્વર છીનવી હુમલાનો પ્રયાસ કરતાં બે રાઉન્ડ ફાયરિંગ, પગમાં ગોળી વાગતાં આરોપી ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલાના પ્રયાસની ઘટના સામે આવી છે. છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ હિસ્ટ્રીશીટર દેવેન્દ્ર ઉર્ફે દેદુ ઉર્ફે જેન્ડુ બોરીચાને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ અને આરોપી વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન આરોપીએ PSI ભાનુ મિત્રાની રિવોલ્વર છીનવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે.

પરિસ્થિતિ કાબૂમાં લેવા PSI પૃથ્વીસિંહ મોરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પ્રથમ રાઉન્ડ હવામાં છોડવામાં આવ્યો હતો, જ્યારે બીજા રાઉન્ડની ગોળી આરોપીના પગમાં વાગતાં તે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સાયલા લઈ જવાયો હતો અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, દેવેન્દ્ર ઉર્ફે દેદુ બોરીચા સામે રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં છ ગુનાઓ નોંધાયેલા છે. ફરાર આરોપીને ઝડપી પાડવા રાજકોટ રેન્જની ટીમે સાયલા વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, આરોપીને પકડવા દરમિયાન ઝપાઝપી થતાં મામલો ગરમાયો હતો.

આ બનાવને પગલે સાયલા પોલીસ સ્ટેશનમાં પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. આરોપી સામે હથિયાર, મારામારી, ગુનાહિત કાવતરું, રમખાણ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓમાં સંડોવણીના આક્ષેપો છે. મે 2022માં ગુજરાત ATS દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હોવાની તેમજ અગાઉ તેની સામે PASA કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular