Homeગુજરાતમોરબીવેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ...

વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું

મોરબી પંથકમાં વેપારીઓ સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે તાજેતરમાં જ એક વેપારી સાથે કરોડો નહીં પણ લાખો રૂપિયાની માલની ઠગાઈ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ મુંબઈની પેઢીમાંથી ક્રેડિટ પર ટાઇલ્સ મંગાવીને અને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાનો માલ પડાવી લીધા બાદ પેમેન્ટ ચૂકવ્યા વગર જ મોબાઈલ ફોન બંધ કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામે વેલેન્ઝા ગ્રેનીટો એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીમાં વિટ્રીફાઈડ ટાઇલ્સનું કારખાનું ધરાવતા ભગતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે. ફરીયાદ મુજબ કંપનીના માર્કેટિંગનું કામ સંભાળતા જીતભાઈ વાસજાળીયાના મોબાઈલ નંબર પર રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખરના નામે એક અજાણ્યા શખ્સે ફોન કરીને મુંબઈમાં પ્રખેતુ વેન્ચર્સ એલ.એલ.પી. નામની પેઢી અને મોટું કન્સ્ટ્રક્શન હોવાનું જણાવી ટાઇલ્સના સેમ્પલ મંગાવ્યા હતા.

આરોપીએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે અન્ય એક સ્થાનિક વ્યક્તિ (મીલેનીયમ સીરામીક વાળા)નો સંપર્ક કરાવી પોતે સારો વેપારી હોવાનો દંભ રચ્યો હતો. આ વિશ્વાસના આધારે આરોપીએ અલગ-અલગ ડિઝાઈનના કુલ ૭૮૬૫ બોક્સ ટાઇલ્સ જેની કિંમત રૂ. ૪૪,૭૪,૯૮૫/- થાય છે તે રાજ શક્તિ રોડવેઝ ટ્રાન્સપોર્ટ મારફતે ભરી મંગાવી લીધી હતી. જોકે, ટાઇલ્સ મંગાવ્યા બાદ નક્કી કરેલી મુદતે પેમેન્ટ ન ચૂકવી અને રજનીકાંત પોપટભાઈ ખોખર તથા અન્ય સંપર્ક નંબરો સ્વિચ ઓફ કરી દેતા વેપારી સાથે આચરવામાં આવેલી ગંભીર છેતરપિંડી સામે આવી હતી.

આ સમગ્ર બનાવ અંગે ભગતભાઈ પ્રાગજીભાઈ છત્રોલાએ આરોપી રજનીકાંત પોપટભાઈ ખોખર (રહે. મુંબઈ) તથા તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular