કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ખાતે વિદ્યાર્થીનીઓ માટે આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન
ચામડીના નિષ્ણાત ડૉ. વૈશાલી સરડવાએ કોસ્મેટિક્સની આડઅસરો અને ત્વચાના સાયન્ટિફિક સત્ય અંગે આપ્યું સચોટ માર્ગદર્શન
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને જાહેરાતોના પ્રભાવ હેઠળ યુવા પેઢીમાં ગોરા રંગ અને કેમિકલયુક્ત કોસ્મેટિક્સ ઉત્પાદનોનો મોહ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ ભ્રામક માન્યતાઓને તોડીને વૈજ્ઞાનિક સમજણ કેળવવાના ઉમદા હેતુ સાથે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા મોરબી સ્થિત કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ના સભાગૃહમાં એક વિશાળ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.



