નવરાત્રિના નવલા દિવસોમાં ઉત્તમ સેવાકાર્ય સાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી ગર્વની લાગણી અનુભવે છે.
મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા છેલ્લા ચાર વર્ષથી “Adoption of Maa” પ્રોજેક્ટ અંતર્ગત સમાજની જરૂરિયાતમંદ માતાઓને દર મહિને પાયાની જીવનજરૂરિયાતો પૂરી કરવામાં સહાયરૂપ થવાના હેતુથી રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત એવી માતાઓને મદદ કરવામાં આવે છે, જેઓ એકલાં રહે છે, વૃદ્ધ છે, શારીરિક અસમર્થતા કે અન્ય સંજોગોને કારણે કામ કરીને કમાઈ શકતાં નથી અથવા જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને જેમના માટે ઘરનું રાશન મેળવવું પણ મુશ્કેલ બને છે.
આ વર્ષે પણ નવરાત્રિના પાવન અવસરે સોસાયટી દ્વારા કુલ 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવાકાર્ય દર મહિને કરીને સોસાયટીના સભ્યોને આત્મસંતોષ અને ગર્વની લાગણી અનુભવી છે. ઈશ્વરનો હૃદયપૂર્વક આભાર કે તેમણે અમને આટલા સક્ષમ બનાવ્યા છે કે અમે જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરી શકીએ.
સંસ્થા દ્વારા દર મહિને નિયમિત રીતે 25 રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત, જેમ જેમ જરૂરિયાતમંદ લોકોની માહિતી મળે છે અને સહાયની જરૂરિયાત સામે આવે છે, તેમ તેમ તેમને પણ મદદરૂપ થવાના પ્રયત્નો કરવામાં આવે છે.
આપ પણ આ સેવાકાર્યમાં સહભાગી બની શકો છો. આપના ધ્યાનમાં કોઈ એવી વૃદ્ધ, એકલવાયી અથવા આર્થિક રીતે નબળી માતા હોય, જે કામ કરીને કમાઈ શકતી ન હોય અને જેને રાશન કિટની ખરેખર જરૂર હોય, તો કૃપા કરીને મુસ્કાન વેલ્ફેર સોસાયટીનો સંપર્ક કરો.
સેવાકીય પપ્રવૃતિઓ માટે ડોનેશન આવકાર્ય છે..
📞 સંપર્ક નંબર: 9016976954
મુસ્કાન વેલ્ફેર સોસાયટી હંમેશાં જરૂરિયાતમંદોની પડખે ઊભી રહેવા અને સમાજમાં સેવા, સંવેદના તથા માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે.
“સેવા એ જ સાચી સાધના અને જરૂરિયાતમંદના ચહેરા પરનું સ્મિત એ જ અમારી સાચી ખુશી.”