Homeગુજરાતમોરબીવાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર હુમલો

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર હુમલો

વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પર મિલ કોલોનીમાં રહેતા અને સીટ કવરનો વ્યવસાય કરતા યુવક પર અગાઉના એકાદ વર્ષ જૂના મનદુઃખનો ખાર રાખીને ૮થી વધુ શખ્સોના ટોળાએ ઘાતક હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ૮ થી વધું શખ્સો વિરુદ્ધ નામજોગ વાંકનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી દેવભાઈ સુરેશભાઈ ચૌહાણ (ઉ .વ.૨૨) પોતાના મિત્રો સાથે સ્વિફ્ટ કાર લઈને કારખાનાના ઉદ્ઘાટન પ્રસંગે રાવકી ગામે જઈ રહ્યા હતા ત્યારે મિલ પ્લોટ ફાટક પાસે આરોપીઓ રહીમ રાયધન, સુમીત કોળી, અકબર મુસા, સોહીલ કટીયા અને એક અજાણ્યા શખ્સે તેમની કાર રોકી લાકડાના ધોકા અને લોખંડના પાઇપથી ગાડીના કાચ તોડી નાખી તોડફોડ કરી હતી. આ હુમલાથી ઘભરાઈને દેવભાઈ જીવ બચાવી મિત્રના ઘરે પહોંચતા, ત્યાં પણ આરોપીઓ રહીમ રાયધન, સુમીત કોળી, અકબર મુસા, મોઈનો, સોહીલ કટીયા, ચંકીલો ઉર્ફે ખાનભાઈ અને રમજાન કટીયા ધસી આવ્યા હતા અને તેમને ઘરની બહાર ખેંચી જઈ બેફામ ગાળો આપી માથા, હાથ તેમજ પગના ભાગે બેરહેમીથી માર માર્યો હતો. હુમલાખોરો જતાં જતાં “ફરીથી વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હતી. આ મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા યુવક દેવભાઈને માથાના ભાગે ૩ થી ૪ ટાંકા આવ્યા છે અને ડાબા હાથ તથા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular