ટંકારા તાલુકાના ગજડી ગામમાં ખોટી અફવાઓ અને વાતો ફેલાવવા બાબતે રખાયેલી શંકા અને વહેમમાં યુવક પર ગંભીર હુમલો થવાની ઘટના સામે આવી છે. ઘરમાંથી બહાર બોલાવી બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ ગાળો આપી દાતરડા અને લાકડી વડે મારમારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા અને ખેતી કરતા રમેશભાઈ રવાભાઈ ડાંગર (ઉ.વ.૪૨) એ આરોપી હકાભાઈ છગનભાઈ જારીયા રહે. ગજડી ગામ તથા ભુવાભાઈ કોળી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હકાભાઈના ને એમ હોય કે ફરીયાદી તેની ગામમાં ખોટી વાતો કરે છે તેનો ખાર રાખી બન્ને આરોપીઓ બોલેરો ગાડીમાં આવી ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી આરોપી હકાભાઈએ ફરીયાદિને દાતરડુ મારી તથા આરોપી ભુવાભાઈ એ લાકડી વડે વાંસાના ભાગે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખ વાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.