આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ટેકનીકલ માધ્યમથી, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારો મારફતે નાસતા ફરતા આરોપીઓના છુપાવાના આશ્રય સ્થાનો વિગેરે સ્થળે તેને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં રહેતા અને રેન્જના જીલ્લાઓના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી વધુને વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા કાર્યરત હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુન્હાના નાસતા ફરતા આરોપી દશરથભાઇ અનકભાઇ ખાચારરહે. નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાને મોરબી નટરાજ રેલ્વે ફાટક પાસેથી અટક કરી મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે.ને સોંપી આપેલ છે.