વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે થોડા સમય પહેલાં વેચાણથી આપેલી કારના લોન અને તેને છોડાવવાના મુદ્દે થયેલી બોલાચાલીની અદાવતમાં યુવાન પર બે શખ્સોએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા અને ખેતી કરતા અર્શદભાઈ હૈયાતભાઈ વડાવીયા (ઉ.વ.૨૩)એ આરોપી અમનભાઈ હુશેનભાઈ પીપરવાડીયા રહે. ગામ, રસીકગઢ, તા. વાંકાનેર, તથા સાકીરભાઈ હુશેનભાઈ પીપરવાડીયા રહે. ગામ, મેસરીયા, તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું ફરિયાદીએ પોતાની એટીંગા કાર રફીકભાઈ પીપરવાડીયા રહે.રાજકોટ વાળાને વેંચાણથી આપેલ હતી જે ગાડીની લોન ચાલુ હોવાથી ગાડી ફરિયાદીની નામે જ હતી જે ગાડી રાજકોટ દારુના ગુનામાં પકડાઈ જતા ફરિયાદી ગાડી છોડાવા માટે નહી જતા તે બાબતનો ખાર રાખી આરોપી અમન સ્વીફ્ટ ડીઝાયર કાર અને હાથમાં તલવાર લઈને તથા આરોપી શાકીર સેન્ટ્રો કાર તથા લોખંડનો પાઈપ લઈને ફરિયાદીને મારવા આવતા ફરિયાદી ત્યાથી ભાગતા આરોપીઓ ફરિયાદીની પાછળ દોડેલ અને ફરિયાદી દોલુભાઇની ક્રેટા કારમાં બેસેલ જે કારના આગળનો કાચ આરોપી સાકિરભાઈએ લોખંડના પાઈપથી તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.