મોરબી સિટી એ. ડિવિઝન પોલીસની પેટ્રોલીંગ દરમિયાન શક્તશાણા રાજકોટ હાઇવે પર આવેલ જે.કે. વુડન કારખાના સામે લીમડાના ઝાડ નીચે પાર્ક કરેલા એક જ્યુપીટર સ્કૂટરમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા કાળા રંગનું જ્યુપીટર મોટરસાઇકલ રજિસ્ટર નં. GJ-36 AQ-7634 બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેની ડેકી ખોલીને જોતાં તેમાંથી વિદેશી દારૂની ૫૪ નંગ બોટલો (ચપલા) મળી આવી હતી, જેની કિંમત રૂ. ૬,૪૮૦ ગણવામાં આવી છે. પોલીસે રૂ ૫૦,૦૦૦ ની કિંમતનું જ્યુપીટર સ્કૂટર અને દારૂ મળી કુલ રૂ. ૫૬,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો મોરબી શક્તશાણા નીતિનનગરના રહેવાસી દિવિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાનો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.