Homeગુજરાતમોરબીવાંકાનેરના નવા વઘાશીયામાં પરણિતા પર પતિ અને સાસુનો અમાનુષી અત્યાચાર

વાંકાનેરના નવા વઘાશીયામાં પરણિતા પર પતિ અને સાસુનો અમાનુષી અત્યાચાર

વાંકાનેર: વાંકાનેર તાલુકાના નવા વઘાશીયા ગામે કૌટુંબિક કલેશમાં પતિ અને સાસુ દ્વારા પરણિતાને માર મારી, ઘરમાંથી કાઢી મૂકી શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ઘટના સામે આવી છે. બનાવ અંગે પીડિત મહિલાએ પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પીડિત અનિતાબેન અશોકભાઈ સોલંકી પોતાના ઘરે બાળકો અને સાસુ સોમીબેન સાથે હાજર હતા. દરમિયાન પતિ અશોકભાઈ ઘરે આવ્યા હતા અને ‘આખો દિવસ બેસી રહે છે, કઈ કામ કરતી નથી’ કહી મેણા-ટોણા મારી ઝઘડો કર્યો હતો. પતિ અને સાસુએ ગાળો આપી મહિલાને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું. ઝઘડો ઉગ્ર બનતા પતિ અશોકભાઈએ લોખંડનો પાઇપ વડે મહિલા પર હુમલો કરી માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

ઈજાગ્રસ્ત પરણિતા રાત્રે બહાર રહ્યાં બાદ બીજા દિવસે પોતાના પિયર ટંકારાના નેસડા ગામે માતા પાસે પહોંચ્યા હતા. ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ટંકારા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં મહિલાને ડાબા હાથમાં ફેક્ચર અને શરીરે મુંઢ ઈજાઓ હોવાનું બહાર આવ્યું છે. હાલ પીડિત મહિલાની ફરિયાદ આધારે પોલીસે પતિ અશોકભાઈ અમરશીભાઈ સોલંકી અને સાસુ સોમીબેન સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular