Homeગુજરાતમોરબીમોરબીમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું: 3 આરોપીઓની ધરપકડ, રૂ.2.46 લાખથી વધુનો...

મોરબીમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું: 3 આરોપીઓની ધરપકડ, રૂ.2.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલા શીવમ હોલ પાછળના સાગર પ્લાસ્ટીક નામના બંધ કારખાનામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ઘરવપરાશના ગેસના બાટલામાંથી અન્ય કોમર્શિયલ તથા નાના બાટલાઓમાં ઈલેક્ટ્રીક મોટર અને નળી-નોઝલ વડે જોખમી રીતે ગેસ ટ્રાન્સફર કરવાની પ્રવૃત્તિ રંગેહાથ ઝડપી પાડી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓ – યશભાઈ મનોજભાઈ ચૌહાણ (ઉં.વ. ૧૯), અમીરભાઈ મનોજભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૧) અને ધવલભાઈ મનોજભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૧) ની અટકાયત કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પ્રવીણભાઈ મનસુખભાઈ સારલા (રહે. યમુનાનગર, મોરબી) છે. તે મોરબીની પારેખ ગેસ એજન્સીમાંથી ઇન્ડેન ગેસના અને શ્રીનાજી ગેસ એજન્સીમાંથી એચ.પી. ગેસના બાટલા મેળવીને અહીં લાવતો હતો. ત્યારબાદ, આરોપીઓ આ સરકારી/ઘરવપરાશના લાલ રંગના બાટલાઓમાંથી ગેસ કાઢીને ઓછો ગેસ ધરાવતા બાટલા ગ્રાહકોને આપીને વિશ્વાસઘાત કરતા હતા તેમજ મોટી હોનારત સર્જાય તેવી રીતે બેદરકારીપૂર્વક રીફિલિંગનું કારનામું ચલાવતા હતા.

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ કંપનીઓના ઇન્ડેન, એચ.પી., રિલાયન્સ અને એજિસ કંપનીના ના નાના-મોટા ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ કબજે કર્યા હતા. આ ઉપરાંત ગેસ રીફિલિંગ માટે વપરાતી ઈલેક્ટ્રીક મોટર, વજન કાંટો, સીલ કરવાના કાગળો, હિસાબના ચોપડા, ગ્રાહકોના બિલ, એક છકડો રીક્ષા (GJ-03-V-5868), એક એક્ટિવા મોટરસાયકલ (GJ-36-AQ-5984), ૩ મોબાઈલ ફોન અને રોકડ રૂ. ૮,૮૦૦/- મળીને કુલ રૂ. ૨,૪૬,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular