મોરબી અત્રેના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદની શાળા નંબર:- 4 ખાતે સંત શિરોમણી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ અંતર્ગત વ્યાખ્યાન માળા યોજાઈ ગઈ. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેન્દ્રનગર વિભાગના પ્રચાર પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા રવિદાસજીના જીવન ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું. લક્ષ્મીનારાયણ મંદિર, હળવદના મહંત દિપકદાસજી મહારાજ તેમજ અનિલભાઈ પુરાણી (બજરંગ )દ્રારા આર્શીવચન પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક સંઘના સંગઠનમંત્રી હિતેષભાઇ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મુકેશભાઈ કટારીયા, સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ, મોરબી જિલ્લાની ટીમ તેમજ આર.એસ.એસ.ની ભગીની સંસ્થાના વિવિધ જવાબદાર પદાધિકારીઓ, શિક્ષક ભાઈઓ તેમજ મોરબી ટંકારા અને વાંકાનેર તાલુકામાંથી શિક્ષકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા નંબર-4 હળવદના શિક્ષક કાન્તિલાલ એમ. લકુમ દ્વારા કરવામાં આવ્યું.