રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી હોટલે જમવાનું મોડું થવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હોટલ સંચાલક અને તેના સાગરિતે ગ્રાહક યુવાન પર ઢીકા-પાટુનો માર મારી માથાના ભાગે છરી ઝીંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા (ઉ.વ.૨૪) એ આરોપી ઇમ્તીયાઝભાઈ તથા રાઠોડભાઈ રહે બંને વિરપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી આરોપીની કાદરી હોટલે જમવા જતા ફરીયાદીએ જમવા આપવાનુ કહેતા આરોપી ઈમ્તિયાઝભાઇને સારૂ નહી લાગતા કહેલ કે જમવામાં વાર લાગશે તે મ કહેતા ફરીયાદી તથા આરોપી ને જમવા બાબતે બોલાચાલી થતા આરોપીએ ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરી ઉશ્કેરાઈ જઈ છરીનો એક થા માથાના પાછળ ના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી રાઠોડભાઈએ ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.