Homeગુજરાતમોરબીમોરબીમાં કૌટુંબિક સમાધાન મુદ્દે બે યુવકો પર ખૂની હુમલો

મોરબીમાં કૌટુંબિક સમાધાન મુદ્દે બે યુવકો પર ખૂની હુમલો

મોરબીના વઢવાણીયા શેરી વિસ્તારમાં કૌટુંબિક બાબતે સમાધાન કરવા બોલાવીને તીક્ષ્ણ બોલાચાલી બાદ લાકડી/ધોકા વડે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.‌ આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વઢવાણીયા શેરીમાં રહેતા મીતભાઈ માનસિંગભાઈ ગોહેલ (ઉ.વ.૨૩) એ આરોપી અજયભાઇ લાલજીભાઈ ડોડીયા રહે. ગાંધીગ્રામ રાજકોટ, જય ઉર્ફે શનિ પ્રવિણભાઇ સોલંકી, મિત પ્રવિણભાઈ સોલંકી, પ્રવિણભાઈ પરસોતમભાઇ સોલંકી, રહે. મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી જુનાગામમાં મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની કુટુંબી ભત્રિજી ડિલીવરી માટે તેના માતા-પિતાના ઘરે આવેલ હોય ત્યારે ભત્રિજીને દિકરાનો જન્મ થયેલ હોય અને આ દિકરાના નામ કરણ વખતે ડીયા સાસરીયા સાથે બોલાચાલી થયેલ હોય ત્યાર થી ડિયાને તેડવા આવેલ ન હોય અને ડિયાના સાસરી પક્ષવાળા સમાધાનની વાત ચીત કરવા આવેલ હોય ત્યારે બોલાચાલી જગડો થતા આરોપીઓઓએ ફરીયાદિને લાકડાનો ધોકાનો એક ઘા માથામાં મારેલો હોય તેમજ આરોપી જયએ સાથી પિન્કેશભાઇને લાકડીનો એક ઘા માથામાં મારી ઇજા કરેલ હો ય અને આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી ભુંડી ગાળો આપી હજુ વધુ માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular