માળિયા (મિયાણા) તાલુકાના વવાણીયા ગામે જૂની અદાવત અને મનદુઃખને લઈને એક યુવક પર છરી અને ઢીંકાપાટુ વડે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ માળીયા તાલુકાના વવાણીયા ગામના વતની અને હાલ કચ્છ જિલ્લાના આદિપુર ગામ ખાતે રહેતા અને મજુરી કામ કરતા યાસીન સલિમભાઈ સાઇચા (ઉ.વ.૧૮) એ આરોપી નાસીર હાજીભાઈ સાઇચા, ખાલીદ હાજીભાઈ સાઇચા રહે. બંને ગામ નવીનવલખી, તા. માળીયા તથા જમીલ વાઢેર રહે. ગામ. મુંદ્રા, જી. કચ્છ પશ્ચિમ- ભુજવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી નાસીર ની મોટાબાપુની દિકરી સાથે આજથી બે વર્ષ પહેલા પ્રેમસ બંધ હોય જેનુ મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ભેગા મળી આ કામના ફુરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી આરોપી નાસીરએ ફરીયાદીને ગમે તેમ ગાળો બોલી પોતાની પાસે રહેલ છરી વડે ફરીયાદીના જમણા પગે સાથળના ભાગે ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.