Homeગુજરાતમોરબીમોરબીમાં ઘરકામ બાબતે બોલાચાલી થતાં પતિએ પત્ની પર કર્યો હુમલો

મોરબીમાં ઘરકામ બાબતે બોલાચાલી થતાં પતિએ પત્ની પર કર્યો હુમલો

મોરબી: લગ્ધીરપુર રોડ પર આવેલા એટોમ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા પરિણીતા પર તેના પતિએ સામાન્ય ઘરકામ બાબતે બોલાચાલી થતાં લાકડીના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રવાપર ગામના મોહનભાઈ કોઠિયાના ખેતરે રહેતા અને મજુરી કામ કરતા વિષ્નુભાઈ રણમલભાઈ રાઠોડ (ઉ.વ.૨૩) એ આરોપી કમલેશભાઈ પીરૂલાલ પરમાર રહે. હાલ મોરબી લગ્ધીરપુર રોડ પર આવેલ એટોમ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં તા .જી. મોરબી મુળ રહે રાજ્ય મધ્યપદેશવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના મોટાબાપુના દીકરી સાથી જરીનાબેનને પોતાના પતિ આરોપીએ ઘરકામ કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી સાથીને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે માથાના ભાગે આગળ કપાળમાં સાંત આંઠ ટાકા તેમજ પાછળના ભાગે ચાર ટાકા આવે તેવી ઈજા તથા પીઠના ભાગે તે મજ ડાબા હાથના ભાગે મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular