Homeગુજરાતમોરબીમાળીયા મિયાણામાં પત્ની પર પતિ, નણંદ અને અન્ય મહિલાનો હુમલો

માળીયા મિયાણામાં પત્ની પર પતિ, નણંદ અને અન્ય મહિલાનો હુમલો

માળીયા મિયાણા: પોતાની માસૂમ દીકરીના સ્કૂલબેગ અને કપડાં લેવા માટે સાસરે ગયેલી પરિણીતા પર પતિ, નણંદ અને અન્ય એક મહિલાએ એકસંપ થઈને લાકડીના ધોકા તથા ઢીકા-પાટુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ માળિયા મીયાણામા રહેતા ઝરીનાબેન ઉમરભાઈ સામતાણીએ આરોપી ઉમરભાઈ હાજીભાઈ સામતાણી, રસીલા, ખેરૂનબેન હાજીભાઈ સામતાણી રહે. ખીરઇ ગામ તા. માળિયા મીયાણાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમની દીકરી અલફીઝાના કપડા તથા સ્કુલબેગ લેવા માટે તેમના પતીને ઘરે જતા ત્યા આરોપી ઉમરભાઈ હાજર હોય જેમને પોતાનુ લગ્ન જીવન ન બગાડવા માટે સમજવતા આરોપી નં એક દમથી ઉશ્કેરાઈ જઈ આરોપી સાથે ગાળાગાળી કરી ફરીયાદિને વાડથી પકડી નીચે પાડી ઢીકા પાટુનો મુંઢમાર મારી બાજુમા પડેલ લાકડાના ધોકા વડે મુંઢ માર મારી તથા આરોપી રસીલાએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળાગાળી કરી ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો મુંઢ માર મારી તથા આરોપી ખેરૂબેનએ ફરીયાદિને ગાળો આપી ગળાના ભાગે ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular