Homeગુજરાતમોરબીમોરબીમાં SOG પોલીસનો દરોડો: રવીરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે...

મોરબીમાં SOG પોલીસનો દરોડો: રવીરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર નાર્કોટીક્સ અને માદક પદાર્થોના વેચાણ સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) મોરબીની ટીમે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે નેશનલ હાઇવે પર આવેલી રવીરાજ ચોકડી પાસે માળીયા તરફ જતા પુલના છેડે ‘મેલડીની મહેર’ લખેલી કેબિનમાં દરોડો પાડીને ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી પ્રિન્સ પ્રવિણભાઇ ધંધુકીયા (રહે. રણછોડનગર, મોરબી) અને વિપુલભાઇ રમેશભાઇ કુંજરીયા (રહે. વાવડી રોડ, મોરબી) નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન તેમની પાસેથી ૯૫૮ ગ્રામ ગાંજો કિંમત રૂ. ૪૭,૯૦૦/-, ગાંજાના વેચાણમાંથી મેળવેલા રોકડ રૂ. ૨૩,૫૦૦/- અને રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતના ૨ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૯૧,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે SOG ટીમે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અર્થે તેમને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular