Homeગુજરાતમોરબીમોરબી તાલુકા પંચાયતના વહીવટી તંત્રની ઘોર બેદરકારી: VCE કર્મચારીઓના હક્કનું મહેનતાણું અટવાયું

મોરબી તાલુકા પંચાયતના વહીવટી તંત્રની ઘોર બેદરકારી: VCE કર્મચારીઓના હક્કનું મહેનતાણું અટવાયું

વિરપરડાના VCEએ સીધા મુખ્યમંત્રીના ‘સ્વાગત’ પોર્ટલ પર ખખડાવ્યા દ્વાર

મોરબી: ગ્રામીણ સ્તરે સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બનીને દિવસ-રાત ડિજિટલ સેવાઓ આપતા વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) કર્મચારીઓ સાથે મોરબી તાલુકામાં અન્યાય થઈ રહ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે વિરપરડા ગ્રામ પંચાયતના VCE આશિક સુમરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ‘સ્વાગત’ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ સીધી ફરિયાદ કરી છે.

મુખ્ય સમસ્યાઓ અને આક્ષેપો:

મહિનાઓથી પેમેન્ટ બાકી: ગ્રામ પંચાયતમાં વિવિધ સરકારી યોજનાઓ અને ઓનલાઈન કામગીરી સંભાળતા VCE કર્મચારીઓનું છેલ્લા ઘણા મહિનાઓનું કમિશન અને મહેનતાણું અટકાવી દેવામાં આવ્યું છે, જેના કારણે કર્મચારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે.

મોરબી તાલુકા સાથે ઓરમાયું વર્તન: રાજ્યના અન્ય જિલ્લાઓ અને તાલુકાઓમાં દરેક VCE ને નિયમિતપણે દર મહિને રૂ. ૨,૦૦૦ નું ભથ્થું ચૂકવવામાં આવી રહ્યું છે. તેની સામે મોરબી તાલુકામાં અત્યાર સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી.

વારંવાર સ્થાનિક સ્તરે રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ન હલતાં આખરે આશિક સુમરાએ ગાંધીનગર કક્ષાએ મુખ્યમંત્રીના ‘સ્વાગત’ પોર્ટલ પર આક્રોશપૂર્વક ફરિયાદ નોંધાવી છે. અરજીમાં તાકીદે બાકી પેમેન્ટ ચૂકવવા તેમજ અન્ય તાલુકાઓની જેમ મોરબીના VCE કર્મચારીઓને પણ દર મહિને રૂ. ૨,૦૦૦ ની સહાય આપવાની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કક્ષાએ ફરિયાદ પહોંચતાં જ મોરબી તાલુકા પંચાયતના વહીવટી આલમમાં દોડધામ મચી ગઈ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular