Homeગુજરાતમોરબીમોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ

ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને માતૃશક્તિના સંગમરૂપ કાર્યક્રમમાં 18 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી, તા. 4 ઓક્ટોબર 2026: ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન તેમજ પરંપરાગત હાલરડાની અમૂલ્ય વિરાસતને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી હાલરડા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના લીલાપર રોડ પર આવેલી નવયુગ પ્રિ-સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શહેરની 18 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયા તથા રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન ઉપસ્થિત રહ્યા હતા. પી.ડી. કાંજિયાએ પોતાના સંબોધનમાં હાલરડાના મહત્વ અંગે જણાવ્યું હતું કે માતાના સ્નેહ, મમતા અને લાગણી સાથે ગવાતું હાલરડું બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાલરડાં માત્ર ગીત નથી, પરંતુ એક પેઢીમાંથી બીજી પેઢી સુધી સંસ્કૃતિ અને સંસ્કારો પહોંચાડવાનું મહત્વનું માધ્યમ છે.

મહંતા ભાવેશ્વરીબેને પણ ભારતીય સંસ્કૃતિમાં હાલરડાંના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને નવી પેઢી સુધી પરંપરાગત લોકસંસ્કૃતિ અને સાંસ્કૃતિક વિરાસત પહોંચાડવા માટે આવા કાર્યક્રમો યોજાતા રહે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

સ્પર્ધામાં રજૂ થયેલા હાલરડાનું મૂલ્યાંકન નિર્ણાયક અશ્વિનભાઈ બરાસરા અને આરતીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અવંતિકાબેન યોગેશભાઈ રાણીપાએ પ્રથમ ક્રમ, અંજનાબેન ચંદુભાઈ નિમાવતે દ્વિતીય ક્રમ અને પૂજાબેન રોનકભાઈ દવેએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. વિજેતા બહેનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તમામ સ્પર્ધકોને સુંદર રજૂઆત બદલ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ – મોરબી શાખાના કોમલબેન પનારા, પ્રજ્ઞાબેન જીવાણી, જ્યોત્સનાબેન કુંડારીયા, આરતીબેન ડાંગર, રાજેશભાઈ ડાંગર, ડૉ. જયેશભાઈ પનારા રંગપડીયા, દિલીપભાઈ પરમાર, ખજાનચી હિરેનભાઈ ધોરીયાણી, સચિવ વિશાલભાઈ બરાસરા અને પ્રમુખ ચિરાગભાઈ હોથી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ – મોરબી શાખાના આ આયોજનમાં ભારતીય સંસ્કૃતિ, માતૃશક્તિ અને પરંપરાગત લોકસંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular