Homeગુજરાતમોરબીવાંકાનેરના લક્ષ્મીપરામાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક તથા પરિવાર પર હુમલો

વાંકાનેરના લક્ષ્મીપરામાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક તથા પરિવાર પર હુમલો

વાંકાનેર સ્થિત લક્ષ્મીપરા શેરી નંબર-૨ માં પ્રેમ સંબંધના મનદુઃખને કારણે એક જ પરિવારના સભ્યો પર જાહેરમાં હિંસક હુમલો થયો હોવાની ફરીયાદ નોંધાઈ છે

મળતી માહિતી મુજબ વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા શાહીનબેન વાસીમભાઈ અમરેલીયાના દિયર તનવીરભાઈએ અલ્ફેઝ અલીમામદ માણેકીયાના મામી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખીને ગઈકાલે રાત્રે અલ્ફેઝ માણેકીયા, તેનો મિત્ર મેહુલ ઠાકોર અને અન્ય એક અજાણ્યો શખ્સ મોટરસાઈકલ લઈને તનવીરભાઈના ઘર પાસે આવીને ઉભા રહ્યા હતા. પરિવારજનોએ રાત્રિના સમયે ત્યાં ઉભા રહેવાનું કારણ પૂછતાં જ ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ગાળો આપી ઝપાઝપી શરૂ કરી દીધી હતી.

ઝઘડા દરમિયાન અલ્ફેઝે મોટરસાઈકલમાંથી લાકડી કાઢી વાસીમભાઈના માથામાં ફટકારી દીધી હતી, જેનાથી તેમને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજા થઈ હતી. આ સાથે અજાણ્યા શખ્સ બેલ્ટ વડે શાહીનબેન તથા તેમના પુત્ર અયાનને ઢોરમાર મારવા લાગ્યો હતો. શેરીના લોકોએ વચ્ચે પડીને પરિવારને વધુ મારથી બચાવતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે શાહીનબેને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular