હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં જુગાર રમતા બે આરોપને રોકડ રૂપિયા ૧૧,૨૦૦/- તથા મોટર સાયકલ નંગ ૬ સાથે કુલ રૂપિયા ૧,૩૧,૨૦૦/-નો મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે જુના દેવળીયા ગામની સીમમાં જુગાર અંગે રેઈડ કરી રોકડ રકમ રૂ.૧૧,૨૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય તથા મોટર સાયકલ નંગ-૬ જેની કિ.રૂ ૧,૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૧,૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમો જયેશ બળદેવભાઈ પાટડીયા રહે.ગામ સુંદરગઢ તા.હળવદ તથા પ્રશાંત ધનજીભાઈ ભોજવીયા રહે.ગામ જુના ઘાટીલા તા.માળીયા મીયાણાવાળાપકડી તેમજ નહિ પકડાયેલ ઇસમો મુનાભાઈ જાદવજીભાઈ કોળી રહે ગામ જુના દેવળીયા તા.હળવદ, રમણીક ઉર્ફે બુધો ઉર્ફે મુન્નો અવચરભાઈ કોળી રહે ગામ સુંદરગઢ તા.હળવદ તથા મોટરસાયકલ ચાલકો તપાસમા ખુલે તે વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.