મોરબીમાં ‘સેવા, શિક્ષણ અને સંગઠન’ના ઉદ્દેશ્ય સાથે કાર્યરત ‘સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ’ દ્વારા પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે ‘રબારી ગરબા મહોત્સવ – 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તારીખ 11 ઓક્ટોબર 2026 થી 19 ઓક્ટોબર 2026 દરમિયાન મોરબીના રવાપર – લીલાપર કેનાલ રોડ પર આવેલા સમરસ ભવન ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ ગરબા મહોત્સવ ખાસ કરીને રબારી સમાજના ભાઈઓ અને બહેનો માટે જ આયોજિત કરવામાં આવ્યો છે, જ્યાં સમાજના ખેલૈયાઓ પોતાની સંસ્કૃતિના રંગે રંગાઈને ગરબે ઘૂમી શકશે. આ આયોજન અંગે વધુ માહિતી મેળવવા અથવા સંપર્ક કરવા માટે ટ્રસ્ટ દ્વારા 9512064000 અને 9512065000 મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે, અને સમાજના લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.