વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંબેડકરનગર શેરી નંબર ૪ ખાતે રહેતા દેવજીભાઇ હરીભાઇ ચાવડા નામના વૃદ્ધને સમાજના સ્મશાનમાં ગેરપ્રવૃત્તિઓ કરવા તેમજ દારૂ પીવાની મનાઈ ફરમાવતા, સ્થાનિક શખ્સો દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતા કંટાળીને એસિડ પી લેતા ચકચાર.
મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગરમા રહેતા મહેશભાઇ અનીલભાઈ રાઠોડ (ઉ.વ.૨૬) એ આરોપી પ્રકાશ ઉર્ફે પકા દલા તથા અજીત મકવાણા, મનોજ માહાલીયા રહે. વાંકાનેર તથા બે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મામા દેવજીભાઇ હરીભાઇ ચાવડાને આરોપી પ્રકાશ, અજીત તથા મનોજ તથા બે ત્રણ અજાણ્યા માણસો સમાજના સ્માશાનમા ગેરપ્રવ્રુતી તેમજ દારુ પીતા હોય જે બાબતે દેવજીભાઈના પાડતા હોય જેથી ને આ ત્રણેય લોકો મારજુડ કરતા દેવજીભાઈને માનસિક ત્રાસ આપતા હોય જેના લીધા દેવજીભાઈ કંટાળીને એસીડ પી લીધેલ હોય અને દેવજીભાઈ એ આ એસીડ પી લીધા પહેલા એ પોતાના મોબાઇલમા વિડીયો ઉતારેલ હોય જેમા પકા દલા તથા અજીત મકવાણા તથા મનોજ માહાલીયા તથા બે ત્રણ અજાણ્યા માણસોના નામ બોલી માનશીક ત્રાસ આપી મરવા મજબૂર કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.