મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી પાન-માવાની દુકાને જૂની બોલાચાલીનો ખાર રાખી કારમાં આવેલા શખ્સોએ દુકાનદાર અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. તકરાર દરમિયાન હુમલાખોરોએ લાકડાના ધોકા અને પાણીની બોટલ વડે માર મારતા યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે વચ્ચે પડેલા તેના મિત્રને પણ ઈજાઓ પહોંચી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરમા રહેતા અને વેપાર કરતાં ચંદ્રેશભાઇ રણછોડભાઈ પનારા (ઉ.વ.૩૬) એ આરોપી શૈલેષભાઈ ગોરીયા તથા વિગેરે ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી શૈલેષભાઈ સાથે ફરીયાદિને અગાઉ બોલા ચાલી થયેલ તેનો ખાર રાખી ફરીયાદિની દુકાને આઇ ટટ્વેન્ટી કારમાં તે ત્રણ મીત્રો સાથે દુકાનની બહાર પાર્કિંગમા આવી આરોપીએ તેના મીત્રને ફરીયાદી પાસે મોકલી ફરીયાદિને દુકાન બહાર બોલાવી આરોપીએ ફરીયાદી સાથે ગાળાગાળી કરતા ફરીયાદિએ ગાળા ગાળી ન કરવા કરવા કહેતા ફરીયાદી સાથે ઝપા ઝપી કરી ફરીયાદીને ત્યા પડેલ લાકડાના ધોકા વડે હાથ પગમાં તથા માથમાં સામન્ય ઇજા કરતા ફરીયાદી ત્યાંથી ભાગવા જતા આરોપી સાથે આવેલ તેના મીત્રએ ફરીયાદિને પકડી રાખી શરીરે ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી ફરીયાદિના શરીરે માર મારતા સાથી દિવ્યેશભાઈ ફરીયાદિને મુકાવવા વચ્ચે આવતા આરોપીના મીત્ર તેને સાથી દિવ્યેશભાઈને પાણીની મોટી ખાલી બોટલ વડે તથા ઢીકા પાટુનો માર મારી કાનમાં ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.