Homeગુજરાતમોરબીમોરબીમાં વિદેશી દારૂની 59 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂની 59 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગ દરમિયાન નવલખી રોડ પર જલારામ એપાર્ટમેન્ટ સામે શંકાસ્પદ હાલતમાં નીકળેલા શખ્સની તલાશી લેતાં તેની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 59 બોટલો મળી આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન લાયન્સનગર જલારામ એપાર્ટમેન્ટ સામેથી પ્લાસ્ટિકની થેલી લઈને પસાર થતા સુનીલભાઈ ઘોઘુભાઈ સારલા (ઉં.વ. 37,)રહે. લાયન્સનગર, મોરબીવાળાને રોકીને ચેક કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા તેમાંથી માત્ર રાજસ્થાન અને ચંદીગઢમાં વેચાણ અર્થે મંજૂર થયેલી વિદેશી દારૂની કુલ 59 બોટલો કિંમત રૂ. 6,610 નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પ્રોહીબિશન એકટની કલમ-65(એ)(એ) અને 116(બી) મુજબ ગુનો નોંધી રૂ. 6,610નો મુદ્દામાલ સીલ કરી કબ્જે કર્યો છે અને આરોપીની અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular