Homeગુજરાતમોરબીકોટડામાં મકાનમાંથી 7.160 કિલો પોશડોડા ઝડપાયા, રાજકોટ રેન્જ ટીમે એક આરોપીને દબોચ્યો

કોટડામાં મકાનમાંથી 7.160 કિલો પોશડોડા ઝડપાયા, રાજકોટ રેન્જ ટીમે એક આરોપીને દબોચ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કોટડા ગામે રાજકોટ રેન્જ ટીમે બાતમીના આધારે દરોડો પાડી આરોપીના રહેણાંક મકાનમાંથી 7 કિલો 160 ગ્રામ પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પકડાયેલા માદક પદાર્થની કિંમત રૂ.1,07,400 હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી આરોપી અમરાભાઈ હરસુરભાઈ વાળાની ધરપકડ કરી છે.

રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી સહિતની ટીમ ગેરકાયદેસર પ્રોહિબિશન, જુગાર અને એનડીપીએસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોની શોધખોળમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીને જાણ કરી ટીમે સાયલા તાલુકાના કોટડા ગામે આંગણવાડી નજીક આવેલા અમરાભાઈ વાળાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન કોઈ પાસ-પરમિટ કે આધાર વિના રાખવામાં આવેલ 7 કિલો 160 ગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવતા અમરાભાઈ હરસુરભાઈ વાળાને કાયદેસર રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં પોશડોડાનો જથ્થો બિપીન ગોર, રહે. સુદામડા, પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા કુલ બે આરોપીઓ વિરુદ્ધ લીંબડી ડીવાયએસપીની રૂબરૂ ફરિયાદ આપી ધજાળા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular