માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે આરોગ્ય અને ICDC વિભાગના તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન
મોરબી: સમગ્ર શિક્ષા મોરબી આયોજિત તાલુકા કક્ષાની MHM (Menstrual Hygiene Management) તાલીમ બી.આર.સી. ભવન, મોરબી ખાતે યોજાઈ હતી. તાલીમમાં મોરબી તાલુકાની ઉચ્ચતર પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓની કુલ 130 નોડલ મહિલા શિક્ષિકાઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સમગ્ર શિક્ષા કચેરી, મોરબીના ગર્લ્સ એજ્યુકેશન જિલ્લા કો-ઓર્ડિનેટર પૂજાબેન પાઉં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તેમજ ICDC વિભાગના તજજ્ઞોએ માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમમાં મેન્સ્ટ્રુઅલ કોર્નર કેવી રીતે બનાવવો તે અંગે માસ્ટર ટ્રેનર તથા ચાંચાપર CRC કો-ઓર્ડિનેટર વંદનાબેન સોનગરાએ ડેમો દ્વારા સમજ આપી હતી. મોરબી બ્લોકના BRP બહેનોએ પણ તજજ્ઞ તરીકે સેવા આપી હતી.
વર્ગ સંચાલક તરીકે CRC શૈલેષભાઈ કાલરીયા અને શિરીષભાઈ રાંકજાએ સુંદર સંચાલન કર્યું હતું. સમગ્ર તાલીમનું આયોજન મોરબી BRC કો-ઓર્ડિનેટર ઉમેશભાઈ બોપલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.